અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં રૂપાલા વિરુદ્ધ દેખાવ કાર્યક્રમો નક્કી કરાયા, ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં
અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા માલુઈ રહ્યો છે. મિડયા રિપોર્ટ્સ અનુસાર અમદાવાદ ખાતે મળેલી રાજપુત સમાજનીની સંકલન સમિતિની એક બેઠક દરમ્યાન રૂપાલાના વિરોધમાં વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે જાણે સમ ખાયને મેદાને ઉતર્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાજની દરેક શાખાઓ/પાંખ પોતપોતાની રીતે વિરોધ કરી રહ્યા છે અને ભાજપને રૂપાલાની ટિકિટ કાપવા અલ્ટિમેટમ પણ આપી દીધું છે. બેઠકમાં હાજર સમાજના આગેવાનોએ ભાજપ સામે કોઈ વાંધો નહીં હોવાનું જણાવ્યુ હતું. માત્ર રૂપાલા સામે વિરોધ હોવાને કારણે તેના વિરુદ્ધમાં મતદાન કરવાની અને દરેક જીલ્લામાં રૂપાલાના પૂતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જો કે આ સમગ્ર મામલે રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી હતી તેમ છતાં રજવાડાઓ વિશે કરેલી તેમની ટિપ્પણી અંગે સમાજ માફીના મૂડમાં નથી. સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી જેમાં રાજકીય ક્ષેત્રે સમાજની સતત ઉપેક્ષા થવાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
Also Read:
https://bombaysamachar.com/gujarat/congress-padkar-rajkot-seat/
જો કે, સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સમાજના આગેવાનો અને રાજકીય ચહેરાઓ સાથે બેઠક કરીને મામલો થાળે પાડી દેવામાં આવશે. ત્યારે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજમાં ભભૂકેલી આગ ખરેખર ઓલવાય જશે કે પછી આર-યા-પારની લડાય યથાવત રહેશે?
Also Watch Video: