આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ક્ષત્રિય સમાજનો હુંકાર ‘ભાજપ રૂપાલાને બચાવવા જીદ કરેશે તો…’ અહી તો ઘરે ઘરે લાગ્યા પોસ્ટર

રાજકોટ: parshottam rupala vs kshatriya samaj: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર હાલ બરાબર માછલાં ધોવાય રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈને પોતાની ટિપ્પણીને કારણે ગુજરાત અને રાજસ્થાનના રાજપુતો લાઘુમ છે. બે વાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે તેને માફી આપવા તૈયાર નથી. તેવામાં ઘરે ઘરે રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લાગવવાના દ્રશ્યો બહાર આવ્યા છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ક્ષત્રિય મહિલાઓ ઘરે ઘરે જઈને રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લગાવી રહ્યા છે. તેઓ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. (Khambhaliya rupala poster) જો આમ ન થયું તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ અમદાવાદમાં રાજપૂત વિદ્યાભવન ખાતે રૂપાલા વિરુદ્ધ કેંડલ માર્ચ યોજાઇ હતી અને ગોંડલમાં મળેલી બેઠક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

રાજપૂત સમાજના અગ્રણી પી ટી જાડેજાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે સમાજનો વિરોધ રૂપાલા સુધી સીમિત છે. ભાજપ સામે કોઈ જ વાંધો નથી. પરંતુ જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની પણ ચેતવણી આપી હતી. વધુમાં તેને કહ્યું હતું કે રૂપાલાને ભાજપ બચાવશે તો આઠ સીટ પર ભાજપને હરાવવા માટે ક્ષત્રિયો સ્ક્ષમ છે. ઘણા આગેવાનો/સંસ્થાઓ તો ન માત્ર રાજકોટ બેઠક પરંતુ કોઈ પણ બેઠક પરથી ચૂંટણી જ ન લડે તેવી પણ માંગો કરી રહ્યા છે.

આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં લાગેલી આગનો ધુમાડો દિલ્હી સુધી પહોંછી ગયો છે. સૂત્રો તરફથી માહિતી છે કે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે (parshottam rupala delhi). આગામી ત્રીજી તારીખે રૂપાલા દિલ્હીમાં હાઇ કમાન્ડને મળી શકે છે.

ગુજરાતમાં રૂપાલા જ નહીં પરંતુ સાબરકાંઠા, જુનાગઢ, અમરેલી, સહિત વિવિધ બેઠકો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. જેને લઈને મુખ્યપ્રધાને દિલ્હી દોટ લગાવી છે. જો કે એ દ્રશ્ય સ્પષ્ટ છે કે જો રૂપાલાને લઈને કોઈ સંતોષકારક નિર્ણય ન લેવામાં આવે તો ભાજપને રૂપાલાને કારણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button