અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી, જુઓ વીડિયો…

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડામાં લપેટાઈને રહેવા મજબૂર બન્યા છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતવાસીઓએ. વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે યથાવત રહેશે. તેમજ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામા ઠંડી નવો રેકોર્ડ બનાવશે અને હજુ ગાત્રો થીજાવતી ઠંડી પડશે.

આ પણ વાંચો : અહો આશ્ચર્યમ! Gujarat માં અચાનક ઘટી બેરોજગારી?

પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી?

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ખુબ ઠંડી પડી રહી છે, એક શીત લહેરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષની ઠંડી 2020 અને 2022ના વર્ષના ઠંડીના રેકોર્ડને તોડે તેવી સંભાવના છે. હાલ સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. 18 અને 19 ડિસેમ્બર પછી આનાથી પણ વધારે ઠંડી પડવાની સંભાવના છે. 31 ડિસેમ્બરથી આ ઠંડી 2020 અને 2022ના વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આમાં છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ આ વર્ષની ઠંડી તોડે તેવી સંભાવના છે. ઉત્તરભારતના પહાડી પ્રદેશોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે આથી ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થાય છે અને તેનાથી ગુજરાતમાં ઠંડી પડે છે. 2023માં જે ઠંડી હતી તેના કરતા આ વર્ષે ઠંડી થોડી વધારે છે. જોકે ગયા વર્ષની સરખાણીમાં આ વર્ષે બરફ વર્ષા ઓછી છે છતા ગુજરાતમાં સારી એવી ઠંડી પડી રહી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં સિંગલ ડિજીટમાં ઠંડી જોવા મળશે. ઠંડી સાથે પવનની સ્પીડ વધારે છે. 15 તારીખથી ચાર દિવસ માટે પવનની સ્પીડ થોડી ઘટશે. પવનની દિશા પણ બદલાઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં પણ ડિસેમ્બર કરતા વધારે ઠંડી પડશે તેવી સંભાવના છે. 21 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠા પડવાની પણ શક્યતા છે.

‘જેટ પવનો’ને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય

ઉત્તર ગોળાર્ધમાં ખાસ કરીને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમ્યાન ‘જેટ સ્ટ્રીમ’ની અસર વધારે હોય છે અને આ પશ્ચિમથી પૂર્વ તરફ અતિ ભારે ઝડપથી પવનો ફૂંકાય છે તેને જેટ સ્ટ્રીમ કહેવાય છે. તેમાં પવનોની ઝડપ ૩૦૦થી ૩૨૦ પ્રતિ કલાકની હોય છે અને આ જેટ સ્ટ્રીમને કારણે જ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ ધપે છે. સમગ્ર કચ્છ,સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી હાડથીજાવતી ઠંડીની પાછળ, જમીનની સપાટીથી ૧૨ કિલોમીટર ઉપર ફૂંકાતા જેટ પવનો જવાબદાર હોવાનું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી, અમદાવાદમાં બદલાયો સ્કૂલોનો સમય…

ઉલ્લેખનીય છે કે, કચ્છના નલિયામાં છેલ્લા એક સપ્તાહથી ન્યુનતમ તાપમાન સિંગલ ડિજીટમાં રહેવા પામ્યું છે. આજે પણ નલિયા ખાતે ૬ ડિગ્રી સે.ન્યુનતમ તાપમાન નોંધાયું છે,જયારે ભુજમાં પણ ૧૧ ડિગ્રી પર લઘુતમ તાપમાન સ્થિર રહ્યું છે. જેટ સ્ટ્રીમ પવનો ધ્રુવ પ્રદેશના ઊંચાઈ વાળા વિસ્તારો તેમજ ઠંડી હવાના કાયમી સ્થળો અને ઉષ્ણકટિબધના પ્રમાણમાં ગરમ પવનોના સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટ્ટા પરથી ફૂંકાય છે. છેલ્લા પખવાડિયાં દરમ્યાન આ જેટ પવનોની ગતિ વાતાવરણમાં પ્રતિ કલાકે ૩૦૦ કિલોમીટર આસપાસ રહેતાં,પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષા બાદ તેના ઠંડાગાર પવનો ઝડપભેર ગુજરાત અને ખાસ કરીને કચ્છના નલિયા સુધી ધસી આવતાં મારકણી ઠંડીનું જોર વધી રહ્યું છે. જેટ પવનોને કારણે ગુજરાત રાજ્યમાં ઠંડી કેટલી વધી છે તે જોઈએ તો નલિયા આજે પણ ૬ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ઠંડુ મથક બન્યું છે અને ત્યાં લંડન સમકક્ષ ઠંડી પડી રહી છે. જયારે ઉત્તર ગુજરાતનું ડીસા ૯.૧ ડિગ્રી સે. ઠંડુગાર રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button