આપણું ગુજરાત

‘કળીયુગી કંસનો એક આધુનિક અવતાર, તાયફાઓના બહાને કરી રહ્યા છે અહંકાર’; ધાનાણીના ચાબખા

અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફરી એક વખત અમરેલી લેટર કાંડના બહાને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સરકારને ચાબખા માર્યા હતા. ધાનાણીએ લખ્યું.

અમરેલી લેટર કાંડની ઘટના બાદ પરેશ ધાનાણી સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ પહેલા પણ તેમણે સોશિયલ મીડિયા એક્સ પર અનેક પોસ્ટ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

પરેશ ધાનાણી કેમ ઉઠાવી રહ્યા છે વારંવાર સવાલ

અમરેલીના રાજકારણમાં લેટર કાંડ મુદ્દો મોટી અસર કરી શકે છે. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની તમામ પાંચ સીટ પર પંજો ફરી વળ્યો હતો. ડિસેમ્બર 2022માં યોજોયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ તમામ સીટ પર વિજય મેળવ્યો હતો. ઉપરાંત ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ, માત્ર અમરેલી જ નહીં રાજ્યના રાજકારણમાં લેટર કાંડ મુદ્દો મોટી અસર કરી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ 2017નું પુનરાવર્તન કરવા માંગતી હોવાથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

Also read: અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…

શું હતો અમરેલી લેટરકાંડ

અમરેલીમાં ભાજપના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે કેટલાક શખસોએ બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું ઘડવાયું હતું. આ મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાને ઝડપી પાડ્યા હતા. આ પછી પોલીસે કથિત લેટર કાંડમાં પાટીદાર સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. જેને સમગ્ર મામલે રાજકારણ ગરમાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button