આપણું ગુજરાત

Gujaratમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વાલીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાતભરમાં(Gujarat)મંગળવારથી સ્કૂલ વાહન ચાલક એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના વિરોધમાં એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સુરતમાં આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા. નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ વાન અને રિક્ષા ભાડામાં પણ રૂ. 200નો વધારો કરવામાં આવ્યો છે..

વાલીઓમાં ચિંતા જોવા મળી

ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકો પડતર પ્રશ્નો, મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની સમસ્યાને લઈ હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગની કાર્યવાહીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલ વાનચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. આ હડતાળ કેટલા દિવસ ચાલશે તે અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે વાલીઓની તકલીફમાં વધારો થયો છે.

વાહનના ભાડામાં રૂ. 200નો વધારો

સુરતમાં સવારે વરસાદ વચ્ચે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા. બીજીબાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાહનના ભાડામાં રૂ. 200નો વધારો પણ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. પોતાના બાળકોને સ્કૂલ મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button