આપણું ગુજરાત

દર્દીઓમાં ગભરાટ: વડોદરાની SSG હોસ્પીટલમાં અસામાજીક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો

વડોદરાની જાણીતી સરકારી હોસ્પીટલ સયાજીરાવ હોસ્પીટલમાં કેટલાક અસામાજીક તત્વોએ ખુલ્લેઆમ હોબાળો મચાવી મારામારી કરી હોવાની ઘટના બની છે. દાખલ દર્દીઓમાં અંગત અદાવતને પગલે માથાકુટ થતા હોસ્પીટલ સ્ટાફ, નર્સો તેમજ અન્ય દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

મૂળ ઘટના એ હતી કે શહેરના એક કબ્રસ્તાન પાસે કેટલાક શખ્સો વચ્ચે અંગત અદાવતમાં માથાકુટને પગલે 2 ઇજાગ્રસ્ત શખ્સોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વોર્ડમાં સારવાર દરમિયાન જ કોઇ વાતને કારણે બંને શખ્સો વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થતા બંને તેમના સાગરિતો સાથે છુટ્ટાહાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. જાણે કોઇ જાહેર રોડ પર મગજમારી થઇ રહી હોય એમ હોસ્પીટલમાં વોર્ડની અંદર વાતાવરણ તંગ બનતા સ્ટાફ, નર્સો સહિત દર્દીઓમાં નાસભાગ મચી હતી. હોસ્પીટલમાં અફરાતફરીને પગલે પોલીસને બોલાવવામાં આવતા પોલીસે તાત્કાલિક પહોંચીને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા. બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે.

પોલીસ આવ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. સયાજી હોસ્પીટલના સત્તાધીશોએ હવે હોસ્પીટલની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માગ કરી છે. સમગ્ર મામલે હાલ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button