આપણું ગુજરાત

પાલિતાણાના ડુંગરે પહોંચ્યો ‘ગીરનો રાજા’, યાત્રાળુઓ અચાનક ડાલામથ્થાને જોઈ સ્તબ્ધ; VIDEO વાયરલ…

પાલિતાણા: એશિયાટીક સિંહોના નિવાસ સ્થાન એવા ગીરનો વિસ્તાર સાવજો માટે ઓછો પડી રહ્યો છે, આથી બૃહદ ગીર તેમજ હવે તો બરડા સહિતના વિસ્તારોમાં પણ સાવજો પહોંચી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં એશિયાટિક સિંહોનું કાયમી વસવાટ બની રહ્યું છે, શેત્રુંજી કાંઠો સાવજોની ડણકથી હેવાયો થઈ ગયો છે. ત્યારે પાલિતાણાના ડુંગર પર અચાનક યાત્રાળુઓને ડાલામથ્થાએ દર્શન આપતા યાત્રાળુઓ સ્તબ્ધ બની ગયા હતા.

હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના મંદિરોના શહેરથી ઓળખાતા પાલિતાણામાં ડુંગરમાં સાવજો લટાર મારતા નજરે ચડયા હતા. શ્રદ્ધાળુઓ ડુંગર પર જઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક સાવજ યાત્રાના માર્ગમાં આવી ચડયા હતા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હતા. જો કે ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા યાત્રાળુઓ સિંહને જોઇને ચોંકી ઉઠયા હતા.

સાવજોને ગીરનો પનો ટૂંકો પડી રહ્યો છે ત્યારે હવે સિંહોને તેમના નવા નિવાસસ્થાન બરડામાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બરડા જંગલ સફારીમાં 11 બાળ સિંહ જોવા મળતાં ફરવા આવેલા પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સફારી દરમિયાન એકસાથે 11 બાળ સિંહ સહિત 17-18 સિંહનું ટોળું મુક્તપણે વિહરતું જોવા મળ્યું હતું, જે પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય ક્ષણ બની રહી હતી. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ તેમના સોશિયલ મીડિયા પરથી આ વીડિયો શેર કર્યો હતો.

આ પણ વાંચો…ગીર અભ્યારણમાં સોલાર પાવર પ્લાન્ટ બની ગયો, અધિકારીઓને ખબર પણ ના પડી! ફરિયાદ બાદ કરી કાર્યવાહી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button