આપણું ગુજરાતટોપ ન્યૂઝ

‘કેમ કામ કરતો નથી’ કહી ભાજપના ધારાસભ્યએ સરકારી અધિકારીને ખખડાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના નેતા ઘણી વખત તેમના વર્તનના કારણે ચર્ચામાં આવતા હોય છે. પાલિતાણાથી ભાજપના ધારાસભ્ય ભીખા બારૈયાએ સરકારી અધિકારીને કેમ કામ કરતો નથી તેમ કહી ખખડાવ્યો હતો. ઉપરાંત અપશબ્દો પણ કહ્યા હતા. બારૈયા અને અધિકારી વચ્ચેનો ઓડિયો હાલ સ્થાનિક લેવલે વાઇરલ થયો છે.

શું છે મામલો
ધારાસભ્યએ તાલુકામાં વિકાસ કામને લઈને અધિકારીને કોલ કર્યો હતો. કામ સમયમર્યાદમાં પૂરું ન થતા અધિકારીને કોલ કર્યો હતો. ધારાસભ્યએ તેનો રોફ જમાવવા ગાળો આપી હતી. આ પછી અધિકારીએ આક્ષેપ કર્યો કે ધારાસભ્યએ ભાજપની જૂથવાદની સમસ્યાના કારણે પોતાનો ગુસ્સો તેમના પર ઉતાર્યો હતો. આ બાબતે અધિકારીએ ધારાસભ્ય સામે ફરિયાદ પણ કરવાનું મન બનાવ્યું છે.

Also read: સાબરકાંઠા સીટનો ભાજપનો આંતરિક ડખો શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે?

સૂત્રોના જણાવ્યા મુજબ, બારૈયા અને અધિકારી વચ્ચે કામના બિલની રમકન લઈ માથાકૂટ થઈ હતી. જેમાં બારૈયાના હરિફ અને ભાજપના જ નેતાના સંડોવણી હોવાનું સામે આવતાં ધારાસભ્ય અકળાયા હતા. ઘણી જગ્યાએ ભાજપના ચૂંટાયેલા નેતાઓ અધિકારીઓને જાહેરમાં ખખડાવીને ઉદ્ધત વર્તન કરતા જોવા મળ્યા છે. કેટલાક ધારાસભ્યો માત્ર સમાચારમાં ચમકવા જ સમયાંતરે આમ કરતાં હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button