પાકિસ્તાનની નફ્ટટાઈઃ મધદરિયે ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, માછીમારોનો બચાવ

ઓખા: પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન તેની નાપાક હરકતોથી જરા પણ સુધરી રહ્યું નથી. અવારનવાર ભારતીય સીમાની અંદર ઘૂસણખોરી અને ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ઘૂસાડવાના નિષ્ફળ પ્રયત્નો બાદ હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રવિવારની મોડી રાતે આ ઘટના ઘટી જોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Also read: આણંદમાં ભાજપના નેતાએ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ, પાર્ટીમાંથી સસ્પેન્ડ
પ્રાપ્ત વિગતો અનુસાર અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની છે, જેમાં ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ભારતીય તટરક્ષક દળ સમયસર પહોંચી જતા માછીમારોનો બચાવ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે જે માછીમારોને બચાવવામાં આવ્યા છે તેમને બપોર પછી ઓખા પોર્ટ ખાતે લાવવામાં આવશે. ફાયરિંગને કારણે માછીમારો ડરી ગયા છે, જ્યારે સુરક્ષા એજન્સી પણ સતર્ક રહેવાનો નિર્દેશ કર્યો છે.
Also read: સુરતમાં જમાઈને ફસાવવા સસરાએ રચ્યું ષડયંત્ર, જાણો સસરાના પરાક્રમનો ચોંકાવનારો કિસ્સો
રવિવારની મોડી રાતે કરવામાં આવેલા ગોળીબારના કારણે માછીમારોની બોટ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. જ્યારે સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. માછીમારની બોટ દરિયામાં ડૂબી જવાની આ ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડની સમયસર કરવામાં આવેલ બચાવને કારણે માછીમારોનો બચાવ કરવામાં સફળતા મળી હતી