અંબાજીના પ્રસાદમાં હલકી ગુણવત્તાનું ઘી પધરાવનારે સરેન્ડર કર્યું | મુંબઈ સમાચાર

અંબાજીના પ્રસાદમાં હલકી ગુણવત્તાનું ઘી પધરાવનારે સરેન્ડર કર્યું

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં હલકી ગુણવત્તાનું ઘી પધરાવી દેનાર દુષ્યંત સોનીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. પ્રસાદનો જેની પાસે કોન્ટ્રાક્ટ હતો તે મોહીની કેટરર્સને ભેળસેળવાળું ઘી જેણે સપ્લાય કર્યું હતું તે દુષ્યંત સોનીની પોલીસે સરેન્ડર બાદ અટકાયત કરી લીધી છે.

આ મામલે થોડા દિવસ પહેલા જે એજન્સીએ મોહિની કેટરર્સને હલકી ગુણવત્તાનું ઘી આપ્યું હતું તે અમદાવાદની એજન્સી નીલકંઠ ટ્રસ્ટના માલિક જતીન શાહની પોલીસે ધરપકડ કરી હતી. જો કે તેને બીજા જ દિવસે દાંતાની કોર્ટમાંથી 10 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીન પર છુટ્યા બાદ જતીન શાહે નિવેદન આપ્યું હતું કે આ કેસમાં મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. ઘી મેં નથી બનાવ્યું, મેં નીલકંઠ ટ્રેડર્સના દુષ્યંત સોની નામના વેપારી પાસેથી ખરીદ્યું હતું. આ પછી પોલીસે નીલકંઠ ટ્રેડર્સની તપાસ ચલાવી હતી.

જો કે ઓચિંતા જ આજે દુષ્યંત સોની પોલીસ સામે આપમેળે જ હાજર થઇ જતા પોલીસે તેની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

One Comment

  1. आपणे बधा ज हिंदुओ मात्र एक मास माटे तमाम मंदिरोमा जवानुं बंध करीए तो दर्शनना पैसा लेनारा तथा उघरावनार ट्रस्टियों, प्रसादमा भेलसेल करनार पाखंडीओनी सान ठेकाणे आवी जाय. आवी घटना ख्रीस्ती धर्म के मुस्लिम घर्म स्थलो पर थती नथी अने थाय तो करनारनुं आवी ज बने. लोको आवा धुताराओनो बहिष्कार करे तो पोलिसनी पण जरुर न पडे.

Back to top button