પદ્મિનીબા વાળાએ લૉરેન્સને આપી ચેતવણી, કહ્યું- બેટા તું એક વાર સામે આવ, તને….
Padminiba Vala: મુંબઈમાં અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની (baba siddique murder case) હત્યાને લઈ હાલ લૉરેન્સ બિશ્નોઈ (lawrence bishnoi) ચર્ચામાં છે. લોકસભા ચૂંટણી (lok sabha elections 2024) સમયથી કોઈને કોઈ કારણોસર પદ્મિનીબા વાળા (Padminiba vala) ચર્ચામાં રહે છે. તેમણે લૉરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું, બેટા.. તું એકવાર સામે આવ. તને ખબર પાડી દઉે કે હું કોણ છું. આ બિલાડી ઉંદરની રમત અમને પસંદ નથી. જે પાછળથી હુમલો કરે છે તે ગદ્દાર કહેવાય છે.
વીડિયોમાં શું કહ્યું પદ્મિનીબા વાળાએ…
પદ્મિનીબા વાળાએ વીડિયોમાં કહ્યું કે, અમારા રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈ માટે જાહેરાત કરી છે તેનું અમે સમર્થન કરીએ છીએ. જ્યાં પણ રાજ શેખાવત અમને બોલાવશે, અમે મોટી સંખ્યા લઈને ત્યાં પહોંચી જઈશું. લૉરેન્સ બેટા એકવાર તું સામે આવ. તને ખબર પાડી દઉે કે હું કોણ છું. વંદેમાતરમ, જય મા કરણી.
થોડા દિવસ પહેલાં ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં તેઓ ગેંગસ્ટર લરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીને કરણી સેના ઈનામ આપવાની જાહેરાત કરતા નજરે પડ્યા હતા. તાજેતરમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્રએ મળી પતિ ગીરીરાજસિંહ વાળા પર પાઇપથી હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો હતો.
આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી જેલમાં લૉરેન્સ બિશ્નોઈ જેવા રીઢા ગુનેગારોને કેમ રાખવામાં આવે છે? જાણો કેવી છે જડબેસલાક સિક્યોરિટી
12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીને તેમના પુત્ર ઝીશાનની ઓફિસની બહાર હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. વિજયાદશમીના અવસર પર બાંદ્રામાં બાબા સિદ્દીકીની ઓફિસની બહાર લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. બાબા સિદ્દીકી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ફટાકડાના અવાજ વચ્ચે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા બાબા સિદ્દીકીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લૉરેન્સ ગેંગે લીધી હતી.