આપણું ગુજરાતરાજકોટ

ક્ષત્રિય સમાજમાં ભાગલા કે બીજું કાંઈઃ પદ્મિનીબા વાળાએ કરી હવે મોટી જાહેરાત…

રાજકોટ: ગયા શુક્રવારે જ અમદાવાદના ગોતામાં ભરાયેલા સંમેલનથી ક્ષત્રિય સમાજને એક કરવાના પ્રયાસો થયા હતા. ક્ષત્રિય સમાજના આ સંમેલનમાં જ પદ્મિનીબા વાળાના બખેડા અને પી. ટી. જાડેજાના વિરોધને લઈને આ સમિતિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના ભાગલા પડે તેવા સંકેતો મળી રહ્યા હતા. હવે મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પણ આગામી 22 ડિસેમ્બરે ક્ષત્રિય સંમેલન યોજવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : પદ્મિનીબા વાળાના હોબાળા સાથે ક્ષત્રિય સંમેલનની પૂર્ણાહુતિ: કહ્યું તે મને આંદોલનમાં ખૂબ નડ્યા…

ક્ષત્રિય સમાજના સંમેલનમાં જ પદ્મિનીબાએ પોતાનું અપમાન થયું હોવાને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે હવે કરણી સેના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ અમદાવાદમાં ભરાયેલ ક્ષત્રિય સમાજના સંમેલનને માત્ર રાજકીય સંમેલન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ સંમેલનમાં કોઈ પણ આવ્યું નથી. સમાજના અનેક આગેવાનોનો આ સંમેલનમાં અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે હવે કરણી સેનાની વિવિધ પાંખો તથા ક્ષત્રીય સમાજની વિવિધ પાંખો રાજકીય આગેવાનો સહિતના આગેવાનોને સાથે રાખી 22 ડિસેમ્બરના રોજ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર રાખવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : ક્ષત્રિય સંમેલનથી શંકરસિંહ કોઇ રાજકીય દાવ ખેલે તે પહેલા જ ભાવનગર યુવરાજે કહી દીધું ‘ખબરદાર’…

અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં 18 દેશી રજવાડાઓના વંશજો અને સમસ્ત ક્ષત્રિય સમાજ એક છત્રછાયા નીચે મળ્યો હતો. જેમાં ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આખા સંમેલનને લઈને ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજીએ શંકરસિંહ વાઘેલા પર પ્રહારો કર્યા હતા અને તેમણે બાપુ ભાવનગર રાજવીના નામનો ઉપયોગ કરીને કોઇ રાજકીય દાવને ખેલવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…