અમદાવાદના નિકોલમાં આગ લાગતા માલિક અને કામદારનું મોત
અમદાવાદઃ શહેરમાં ઓઢવ વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Ahmadabad શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ઓઢવ વિસ્તારમાં રીંગ રોડ પર હોટલની ગલીમાં આવેલા એક એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે. બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઈજા થતા રમેશ પટેલ (ઉ.વ.50 માલિક )
આ પણ વાંચો: દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ, 20 થી વધુના મોત
પવન કુમાર (ઉ.લ.25 કારીગર)નાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે ચાર લોકો ઘાયલ થતા તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.