ગુજરાતનું આરોગ્ય ભગવાન ભરોસેઃ હજારો લેબોરેટરી ગેરકાયદે ધમધમી રહી છે
અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના ખૂબ ચગેલા કાંડ બાદ અન્ય હોસ્પિટલોમાં પણ પીએમજેવાયએ યોજનાની આડમાં કરોડોની કમાણી થતી હોવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. જો કે આ જ ઘટનાક્રમની વચ્ચે ગુજરાતમાં લગભગ દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબોરેટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો છે.
દસેક હજાર જેટલી ગેરકાયદેસર લેબોરેટરી
રાજ્યમાં સરકારની ઊંઘનો લાભ લઈને હાલ દસેક હજાર જેટલી ગેરકાયદેસર લેબોરેટરીઓ ધમધમતી હોવાનું ખૂલ્યું છે. તે ઉપરાંત મોટાભાગની લેબોરેટરીઓ પેથોલોજી નિષ્ણાત તબીબો વિના જ ચાલી રહી હોવાનું પણ ખૂલ્યું છે. આવી ગેરકાયદેસર લેબોરેટરીઓમાં ડીગ્રી વગરના ટેક્નિશિયનો લેબોરેટરીઓ ચલાવી દર્દીઓના રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે.
લેબોરેટરીમાં માન્ય ડિગ્રીનો છે વિવાદ
ગુજરાત સ્ટેટ પેથોલોજિસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ એસોસિએશન અને રાજ્યના લેબ ટેકનિશિયન વચ્ચે છેલ્લા ૧૯ વર્ષથી કોણ પાત્ર છે તે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અંગે 2006માં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને 2010માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે લેબોરેટરીમાં માત્ર માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરો જ હોવા જોઈએ. ત્યારબાદ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે
Also read: અમદાવાદના બોપલમાં અકસ્માત કરનારા આરોપીની લાઈફસ્ટાઈલ જાણો, કોઈ મનોરોગી માનશે નહીં!
કોઈપણ ડિગ્રી વિના ચાલે છે લેબોરેટરી
જો કે રાજ્યમાં ચાલતી આવી લેબોરેટરીમાં એમડી પેથોલોજિસ્ટ નહીં પરંતુ દસમું કે બારમું પાસ થયેલા લોકો પેથોલોજિસ્ટ બની ગયા છે. આ બાબતે વર્ષ 2017માં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી 512 લેબોરેટરીઓના નામ અને સરનામા સહિતની લેખિત માહિતી રાજ્ય પોલીસ વડાને આપી હતી તેમ છતાં તે બાબતે આજદિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી