આપણું ગુજરાત

પાવાગઢમાં પ્રથમ નોરતે ભાવિકોનું હૈયે હૈયું દળાયું: એક લાખ ભક્તોએ કર્યા દર્શન

ગોધરાઃ નવરાત્રી પર્વને લઈને માતાજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. એક લાખથી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દુધિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે ચાર વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જય ઘોષ સાથે ડુંગર ગૂંજી ઉઠ્યો હતો.

| Also Read: સુરતમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટનાઃ 13 વર્ષની બહેન પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

પ્રથમ નોરતે એક લાખથી વધુ માઇ ભક્તોથી ધોડાપુર

પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા વચ્ચે માઇ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન માટે પાવાગઢ આવી રહ્યા છે. ત્યારે પ્રથમ નોરતે એક લાખ ઉપરાંત માઇ ભક્તોનું કીડિયારું પાવાગઢ ડુંગર ખાતે ઉભરાઈ આવ્યું હતું. ચૈત્રી નવરાત્રી મા શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું હોવાથી અનેક સંઘો પગપાળા માતાજીના દર્શને પાવાગઢ ખાતે પહોંચતા હોય છે.

| Also Read: Navratri બાદ Rajkotમાં બે હજાર ધાર્મિક દબાણો પર બોલશે તવાઈ: કલેકટરે પાઠવી નોટિસ

તંત્ર દ્વારા માઇ ભક્તોની સુરક્ષા સહિતની સુવિધા કરાઈ

માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શન કરવા ગત મોડી રાત્રીથી જ પાવાગઢ માચી મંદિર ચોક અને ડુંગર ઉપર ભક્તોનો ધસારો પહોંચી ગયો હતો. વહેલી સવારે માઈભક્તોએ મંદિર તરફ પ્રસ્થાન કરતા દુધિયા તળાવ પગથિયાંથી મંદિર સુધીનો માર્ગ ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો. સાથે તંત્ર દ્વારા પણ માઇ ભક્તોની સુરક્ષા માટે પાવાગઢ તળેટીથી નિજ મંદિર પરિસદ સુધી 700થી વધુ પોલીસ કર્મચારી તહેનાત કરવા સાથે 70થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવા માં આવ્યા છે. જયારે એસટી વિભાગ દ્ધારા પણ ખાસ બસો ની સુવિધા ઉભી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button