આપણું ગુજરાત

ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: ૬,૪૯૭ વિદેશી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે એવું ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પુછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુતરમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે ૧,૯૩,૪૧૫ પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં ૧,૮૬,૯૧૮ ભારતીય અને ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. ૪,૯૨,૦૦,૩૫૦ની આવક થઇ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.

અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્ર્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે ગીરલાયનડોટગુજરાતડોટજીઓવીડોટઇન ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી ૧૦ દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો ૭૫ટકા રકમ, ૫ દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવે તો ૫૦ ટકા રકમ, ૨ દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવે તો ૨૫ ટકા રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકિંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker