આપણું ગુજરાત

સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાર હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ

સુરતઃ રાજ્યમાં રોજબરોજ ટ્રાફિકના નિયમોના ભંગના કારણે અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે. અકસ્માતોમાં જીવ ખોનારા અને રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકની સિસ્ટમને વારંવાર અપડેટ કરી ટ્રાફિક પોલીસનાં નિયમનો અને નિર્દેશો સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી બેફામ ડ્રાઈવિંગ અને અકસ્માતો રોકી શકાય અને નિયમોને વારંવાર તોડનારા સામે કડક કાર્યવાહી કરી શકાય જેને પગલે હાલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાર હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરાયો છે.

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂ. 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરાઇ છે. રાજ્યના ગૃહપ્રધાન અને સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ સુરતીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ લાગવાને કારણે અને ટ્રાફિકના નિયમોના પાલનને કારણે શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટી છે. તે વાતે પણ હર્ષ સંઘવીએ આવકારી હતી. ટ્રાફિકના નિયમનો ધ્યાને ન ધરતા વાહનચાલકોના લાયસન્સ રદ કરવાનો પણ હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે. સુરત શહેરમાં જે લોકો ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે, તેમના પર આકરી કાર્યવાહીની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આદેશ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ