આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સહિત 4 રાજ્યોમાં યોજાનારી મોક ડ્રીલ મુલતવી, જાણો શું છે કારણ…

પાકિસ્તાન સાથેની બોર્ડર પર આવેલા ભારતના રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ હેઠળ આવતી કાલે તારીખ 29 મેના રોજ મોક ડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી, હવે અહેવાલ છે કે વહીવટી કારણોસર આ મોક ડ્રીલ મૂલતવી રાખવામાં આવી છે. આ મોક ડ્રીલ માટેની નવી તારીખ વિશે આગામી સમયમાં જાણ કરવામાં આવશે.

ઓપરેશન શીલ્ડ હેઠળ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 29 મે ગુરુવાર સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સની તૈયારીઓ ચકાસવા માટે આ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધારે લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીરને જોડતી સરહદ LoC કહેવામાં આવે છે, અહીં વારંવાર પાકિસ્તાન ફાયરિંગ અને ઘૂસણખોરી કરે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઈન્ટરનેશનલ બોર્ડર કહેવાય છે.

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને આ રાજ્યોના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું.

આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. પરંતુ ભારતે 6-7 મેની રાત્રે જ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સૈન્ય કાર્યવાહી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button