આપણું ગુજરાતટોપ ન્યૂઝશેર બજાર

Gujaratના માત્ર પાંચ પિનકોડ વિસ્તારોમાં જ Stock Market ઇન્વેસ્ટર નથી

મુંબઈ: ગુજરાતીઓમાં શેરબજારમાં રોકાણ માટે વર્ષોથી જાણીતા છે, રાજ્યમાં દર રોજ રોકાણકારોની સંખ્યા વધુ રહી છે. NSE દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં માત્ર પાંચ પિનકોડ વિસ્તારો જ એવા છે જેમાં એક પણ શેરબજાર રોકાણકાર નથી, બાકી સમગ્ર ગુજરાતમાંથી લોકો શેબજારમાં રોકાણ કરી રહ્યા છે.

એક પણ રોકાણકાર ના હોય એવા પિનકોડમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ અને મોરબી તથા અમરેલી જિલ્લાના એક-એક વિસ્તારનો સમાવેશ થાય છે.આ પાંચ પિનકોડ વિસ્તાર ભારતના 33 પિનકોડ વિસ્તારોમાંના છે કે જેમાં એક પણ નોંધાયેલ સ્ટોક માર્કેટ રોકાણકાર નથી.

આ ડેટા જણાવે છે કે ગુજરાત રાજ્યના અંતરિયાળ પ્રદેશોમાંથી પણ લોકો શેરબજારમાં રોકાણ કરે છે.NSE સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં 19,252 પિનકોડ છે જેમાંથી લગભગ 19,219માં ઓછામાં ઓછો એક નોંધાયેલ રોકાણકાર છે જ. ગુજરાતમાં કુલ 1412 પિનકોડ છે, જેમાંથી માત્ર પાંચ પિનકોડમાં જ એક પણ નોંધાયેલ રોકાણકાર નથી. આ સૂચવે છે કે દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં ડીમેટ એકાઉન્ટ ખોલીને શેરબજારમાં રોકાણ કરવા માટે રસ વધી રહ્યો છે.ગુજરાતમાં આશરે 76 લાખ શેરબજાર રોકાણકારો છે. જયારે ભારતભરમાં રોકાણકારોની સંખ્યા 2023 સુધીમાં 8.5 કરોડને વટાવી ગઈ છે, દેશના 99.85% પિનકોડ વિસ્તારોમાં રોકાણકારો છે.

શેરબજારના નિષ્ણાતો માને છે કે ઇક્વિટી રોકાણમાં ગુજરાત હંમેશા ટોચના રાજ્યોમાં રહ્યું છે. અગાઉ, રોકાણકારોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોનું પ્રભુત્વ હતું. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વલણમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે કારણ કે મોટાભાગના નવા રોકાણકારો રાજ્યના શહેરના આજુબાજુના અને ગ્રામીણ વિસ્તારોમાંથી જોવા મળે છે.

NSEના ડેટા અનુસાર, 25 ડિસેમ્બર 2023 સુધીના આંકડાઓ મુજબ વર્ષ 2023માં વર્ષ 2022ની સરખામણીએ રોકાણકારોની સંખ્યામાં 22.4%નો વધારો થઈને 8.49 કરોડ થયો હતો. દેશમાં વર્ષ દરમિયાન લગભગ 1.57 કરોડ નવા રોકાણકારોનો ઉમેરો થયો હતો. ગુજરાતમાં 2022માં રોકાણકારોની સંખ્યા 65.41 લાખ હતી, જે 17.2% વધીને 76.6 લાખ થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button