આપણું ગુજરાત

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે પાકો ખરીદવા ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઇ મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
ગાંધીનગર ખાતે તાજેતરમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364 કરોડની કિમતની 9.98 લાખ મે. ટન મગફળી અને રૂ. 420 કરોડની 91,343 મે. ટન સોયાબીનની ખરીદી કરાશે. ખેડૂતો તા. 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે અને તે પછી તા 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતુ. ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. 21મી ઑક્ટોબરને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર ટેકાના ભાવો પ્રતિ ક્વિન્ટલે મગફળીના રૂ. 6377, મગના રૂ. 8558, અડદના રૂ. 6950 અને સોયાબીનના રૂ. 4600 પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યા હતા. ઉ

Show More

Related Articles

One Comment

  1. બનાસકાંઠા જિલ્લામાં ગૌ મૈયા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ કાર્યરત છે તો ખેડૂતોને સારા ભાવ મળી રહે એવા પ્રયત્નો કરી રહ્યું છે તો આપ શ્રી ને નમ્ર વિનંતી અમારા ખેડૂત ઉત્પાદક સંગઠનને ટેકાના ભાવની ખરીદી કરવાની પરમિશન આપવામાં આવે આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…