આપણું ગુજરાત

ગુજરાતમાં બે દિવસમાં ડુંગળીના ભાવમાંબમણો વધારો: ગુજરાતી થાળી મોંઘી થઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં અચાનક ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં બમણો વધારો ઝીંકાતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે. અમદાવાદમાં ડુંગળી રૂ.૪૦ થી રૂ.૫૦ના ભાવે વેચાતી ડૂંગળીના ભાવ રૂ.૮૦થી ૯૦ પ્રતિ કિલોએ પહોંચ્યા છે. રાજ્યમાં ગરીબોની કસ્તુરી ફરી એક વાર મોંઘી થઈ છે. સરકારે ડુંગળી અને ટામેટાના ભાવ અંકુશમાં રાખવા કઈ કરવું જોઈએ એવી માંગણી પણ ઉઠી છે. કમોસમી વરસાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. બદલાતી મોસમ દરમિયાન માગમાં વધારો થવાને કારણે ડિસેમ્બર ૨૦૨૩માં વેજ થાળી મોંઘી થઈ ગઈ છે. મોંઘા ડુંગળી અને ટામેટાંના કારણે ઓક્ટોબર ૨૦૨૩ની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં શાકાહારી ભોજનની કિંમતમાં પાંચ ટકા જેટલો વધારો થયો છે.

બીજી બાજુ જૂન ૨૦૨૩ ના મહિનાથી દેશમાં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો હતો જ્યારે છૂટક બજારમાં ટામેટાં ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા. સપ્ટેમ્બરથી ટામેટાંના ભાવમાં નરમાઈ આવી અને ઓક્ટોબરથી ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. આના કારણે ગત વર્ષના નવેમ્બર ૨૦૨૨ની સરખામણીમાં નવેમ્બર ૨૦૨૩માં શાકાહારી ભોજનની પ્લેટની કિંમત નવ ટકા જેટલી મોંઘી થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ નવેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં ૯૩ ટકા અને ટામેટાંના ભાવમાં ૧૫ ટકાનો વધારો થયો છે. દાળના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળી પણ મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર ૨૦૨૨ની સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં દાળના ભાવમાં ૨૧ ટકાનો વધારો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…