આપણું ગુજરાત

ભાવનગર ભૂંડ કરડતા યુવાનને હડકવા ઉપડ્યો, દર્દનાક મોતને ભેટ્યો

ઘોઘાઃ ભાવનગરના ઘોઘામાં એક હૃદય દ્રવી ઊઠે તેવી ઘટના બહાર આવી છે. અહીંના એક યુવાનને બે મહિના પહેલા ભૂંડ કરડ્યું હતું અને તેને હડકવા ઉપડત તે અનિયંત્રિત બની ગયો હતો અને બીજા લોકોને કરડવા દોડતો હતો. આથી તેને દોરડેથી બાંધવાની ફરજ પડી હતી અને આખરે તેણે પટકાઈ પટકાઈને જીવ દઈ દીધો હતો.

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના એક નાનકડા એવા ગામમાં એક ગરીબ ખેત મજૂરને ભૂંડે બચકું ભર્યા બાદ તેનું બે મહિનાના અંતે દર્દનાક મોત થયું હતું. યુવાન મૃત્યુ પામ્યો તે પૂર્વે તેને હડકવા ઉપડ્યો હતો અને અન્ય લોકોને તે કરડવા દોડતા તેને દોરડા વડે બાંધી રાખવો પડતો હતો. સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે તે જોઈને ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે.

યોગ્ય સારવાર ન થઈ

બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ઘોઘા તાલુકાના ગરિપરા ગામે લગભગ દોઢ બે માસ પૂર્વે ખેત મજુર સુનિલ ચિથરભાઈ બારૈયા (ઉ.વ .24) વાડી ખેતરમાં કામ કરતો હતો ત્યારે ભૂંડ ડુક્કર કરડી ગયું હતું, આથી સુનિલ બારૈયાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો પરંતુ કોઈ કારણોસર આ યુવાને સારવારનો પૂરતો કોર્સ નહીં કરતા તેનું વરવું પરિણામ જોવા મળ્યું. ગઈકાલ સાંજે ગરીપરા ગામે આ યુવાનનું કરુણ અને દર્દનાક મોત થયું હતું.


Also read: મેટ્રોના મુસાફરો માટે મહત્વના સમાચાર; આ તારીખથી મળશે થલતેજ ગામ સુધીની મેટ્રો સેવા


બે મહિના બાદ આ રીતે થયું મોત

ગરીપરા ગામના સરપંચ મગનભાઈએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે ભૂંડ કરડી જતા ગામના શ્રમજીવી યુવાન સુનિલ બારૈયાને છેલ્લા થોડા દિવસથી હડકવાની અસર થઈ હતી, છેલ્લા દિવસોમાં યુવાન હડકવાની વધેલી અસરને કારણે અન્યને કરડવા પણ દોડતો હતો જેથી ના છૂટકે તેને દોરડા વડે બાંધી રાખવો પડ્યો હતો. ગઈકાલે હડકવાની અસર વધી જતા તે પોતાનું શરીર પટકવા લાગ્યો હતો. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી પરંતુ આ યુવાન બેકાબુ બનતા તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવો શક્ય બન્યું ન હતું, તેવામાં સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ આ યુવાનનું મૃત્યુ થયું હતું. આ બનાવથી ગામમા માતમ છવાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button