કેશોદ સમર્પણ હોસ્પીટલમાં સર્જાઈ દુર્ઘટના : લિફ્ટ પટકાતાં ચારને ઇજા – એકનું મોત

જૂનાગઢનાં કેશોદમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં લિફ્ટ નીચે પટકાવાની ઘટના ઘટી છે, જેથી ભારે ભાગદોડ મચી જવા પામી હતી . આ દુર્ઘટનામાં ચાર લોકોને ઇજા થઈ છે તેમજ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજયું છે. કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાય હતી. આ સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું છે.
બપોરના ચારથી પાંચ વાગ્યાના સમયે લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલમાં ભારે ભાગદોડનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિને કરોડરજ્જુના ભાગે ઇજાઓ પહોંચી હતી તેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે, જ્યારે અન્ય ચાર દર્દીઓ કેશોદમાં જ સારવાર લઈ રહ્યા છે.
જોકે, રાજકોટ ખસેડાયેલા દર્દીમાંથી સરોડ ગામના ગોવિંદભાઇ દેવસિભાઈ ભેડાનું મોત નીપજયું છે. સમગ્ર મામલામાં કેશોદ પોલીસમાં અકસ્માતની નોંધ કરીને કેશોદ પોલીસે પણ અકસ્માત બાદ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.