રાજકોટમાં વધુ એક યુવાન હાર્ટ એટેકથી ઢળી પડ્યો
સૌરાષ્ટ્રનું રાજકોટ શહેર છેલ્લા થોડા સમયથી સ્વાસથ્ય મામલે ચકચારના ચકડોળે ચડ્યું છે. યુવાનોમાં અચાનક થતા હાર્ટએટેકથી મોત ચિંતાનો વિષય બન્યો છે. ફરી રાજકોટમાં મંગળવારે બપોરે એક યુવાનનું મોત થયું છે.
શહેરના ઘંટેશ્વરના નજીક આવેલ પરાપીપળીયા પાસે રહેતા ગૌતમ વીરાભાઇ વાળા નામનો યુવક સવારે પોતાના ઘરે નહાવા જતી વખતે બાથરૂમમાં અચાનક પડી જતા પરિવાર દ્વારા યુવકને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને યુવકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાત સહિત દેશમાં યુવાનોમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ વધી રહી હોવાનું માલૂમ પડ્યું છે.
દરમિયાન રાજકોટમાં આજે ગઈકાલે 24 કલાકમાં પાંચના હાર્ટ એટેકથી મોત થયા હતા. કોરોનાકાળ બાદ યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે મુંબઈ સમાચાર ખાસ મોહિમ ચલાવી રહ્યું છે. સ્વસ્થ રહો મસ્ત રહો અભિયાનમાં તબીબો સલાહ આપી રહ્યા છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય. ખાસ કરીને આવી રહેલા નવરાત્રીના ઉત્સવ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને જ ગરબા રમવામા આવે તે માટે પણ તબીબો સહિત કલાકારો પણ પોતાના મંતવ્યો આપી રહ્યા છે.