આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Weather: રાજ્યમાં આવશે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડી જાણે કે ગાયબ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. લોકોને દિવસે પણ પંખા શરૂ કરવાની ફરજ પડી રહી છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalal patel forecast) ફરી એક વખત ઠંડીની આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં (gujarat weather) હજુ બે દિવસ ગરમી રહેશે પરંતુ તે બાદ ફરી ઠંડી શરૂ થશે. 25 જાન્યુઆરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. આ મહિનાના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ કોઈ જગ્યાએ માવઠું થશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધી રાજ્યમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધું રહેતા તાપમાન વધ્યું હતું. પરંતુ હવે અસરો પૂર્ણ થતાં અને પવનની દિશા બદલાવાની સંભાવનાને લઈ તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. 24 કલાક બાદ પવનની દિશા બદલાશે. ઉત્તર દિશાના પવનોના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે.

Also read: નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીની ઝપેટમાં ગુજરાત, હજુ ઠંડીની આગાહી

મંગળવારે રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. અહીં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 31.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મુજબ, બે દિવસમાં રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. 28 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે. 22 જાન્યુઆરીની રાતથી પવનની દિશા બદલાશે. જેના કારણે ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ આંકડામાં નોંધાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button