આપણું ગુજરાત

મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો: 21 ગામોને કરાયા એલર્ટ

મોરબી: સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના મચ્છુ ત્રણ ડેમમાં પાણીની આવક થી રહી છે. આ દરમિયાન ડેમના રૂલ લેવલ સુધી પાણી ભરાઈ જતાં હાલ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યોછે. આથી તંત્ર દ્વારા નદી કિનારાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકાના જૂના સાદુંળકા ગામે આવેલ મચ્છુ -૩ સિંચાઇ યોજનાના અધિકારી દ્વારા હાલમાં મચ્છુબ-૩ ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલવામાં આવ્યો હોવાથી નદીના હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

માળિયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મીં), હરીપર અને ફતેપર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button