12 માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટે્રનની ભેટ મળશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

12 માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટે્રનની ભેટ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટે્રનની ભેટ મળવા જઈ રહી છે. આ ટે્રન અમદાવાદ- મુંબઈ રૂટ પર દોડશે. આ પહેલાં ગાંધીનગર-મુંબઈ, અમદાવાદ-જોધપુર અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટે્રન શરૂ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તા.12મી માર્ચથી અમદાવાદ અને મુંબઈને જોડતા રૂટ પર બીજી અને રાજ્યમાંથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટે્રન શરૂ થવાની છે. તા. 12 માર્ચના રોજ નવી ટે્રનને અમદાવાદથી વડા પ્રધાન મોદી લીલી ઝંડી આપી શકે છે. આ ટે્રન સોમથી શનિ એટલે કે અઠવાડિયાના છ દિવસ દોડશે. રવિવારે મેન્ટેનન્સ માટે ટે્રનને આરામ અપાશે.ગુજરાતમાં પહેલી વંદે ભારત ટે્રન બરાબર એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. તા.30મી સપ્ટેમ્બર 2022ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડનાર ટે્રનને લીલી ઝંડી આપી હતી. જે બાદ તા. 7 જુલાઇ 2023ના વડા પ્રધાને ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી હતી. આ ટે્રન ગુજરાતના અમદાવાદને રાજસ્થાનના જોધપુર સાથે જોડે છે.
હાલમાં આ ત્રણેય ટે્રનો સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. આ અગાઉ સૌરાષ્ટ્રને જોડતી તા.24મી સપ્ટેમ્બર 2023 વંદે ભારત ટે્રન પણ શરૂ કરવામાં આવી છે. તેમજ અમદાવાદના સાબરમતી સ્ટેશનને સૌરાષ્ટ્રના જામનગર સાથે જોડતી ટે્રન દોડી રહી છે.ઉ

Back to top button