આપણું ગુજરાત

ગુજરાતમાં મહાશિવરાત્રિએ મંદિરો “હર હર મહાદેવ”ના નાદ સાથે ગૂંજી ઊઠ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં મહાશિવરાત્રિ મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ સહિત રાજ્યના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઊમટી પડ્યું હતું. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યા હતા. બીજી તરફ મંદિરોમાં પણ મહાપૂજા, મહા આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના તમામ મંદિરોમાં શુક્રવાર વહેલી સવારથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યા હતા. આ ઉપરાંત મંદિરોને પણ રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો પાણી, દૂધ, બીલીપત્રનો અભિષેક કરી પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર્વને લઈને રાજ્યના અનેક મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી સહિતના અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરે અને અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્થ ટેનામેન્ટ વિસ્તારમાં આવેલા સોમેશ્વર મંદિરમાં શિવરાત્રી પર્વની ઉજવણીમાં ભક્તો દ્વારા બરફની 301 જેટલી પાટમાંથી હિમાલય બનાવવામાં આવ્યો હતો, જેમાં સવા પાંચ ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. સાથે જ ભગવાન શિવના દર્શન માટે આવનારા ભક્તોને ભાંગનો પ્રસાદ મળી રહે માટે 500 લીટર દૂધનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગાંધીનગર જિલ્લાના કપલેશ્વર મંદિર, મહેસાણા જિલ્લાના તરભ ગામે આવેલા વાળીનાથ મદિર, સુરતના કતારગામ ખાતે આવેલા કંતારેશ્વર મહાદેવ દાદાની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે ભક્તો જોડાયા હતા. રાજ્યના તમામ શીવ મંદિરોના પટાગણમાં હજારો દીપ પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી હતી. રાતે 12 કલાકે પૂજા અને ત્યારબાદ સવારે ઘીના કમળ મહાદેવજીને ધરવામાં આવ્યા હતા. રાજ્યના તમામ શીવ મંદિરોમાં શુક્રવારે પાલખી યાત્રા 8થી 10 કિલોમીટર વિસ્તારમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button