આપણું ગુજરાત

અંતે સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર ઝૂકી; હવે સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર

ગાંધીનગર : હાલમાં રાજ્યમાં ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરનો (Smart Meter) મુદ્દો ઉછળ્યો હતો. પરંતુ હવે સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકારે નમતું મેલવું પડ્યું હતું. સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ વિજમીટરની સાથે જૂના વિજમીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોમાં થઈ રહેલા સતત વિરોધને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

હાલમાં રાજ્યમાં વિજકંપની દ્વારા પ્રી-પ્રેઈડ સ્માર્ટ મીટરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે આ મુદ્દાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે સ્માર્ટ મીટર ની સાથે જૂન મીટરો પ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં જે ગેરસમજ ઉભી થઈ છે તેના નિરાકરણ માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂનું વિજમીટર પણ લગાવવામાં આવશે.

ગઇકાલે રાજ્ય સરકારે રાજ્યની ચારેય વીજ કંપનીના એમડી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠક બાદ સ્માર્ટ વીજમીટરને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દાને લઈને વડોદરાના નાગરિકે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.

સ્માર્ટ મીટરનો મુદ્દો હાઇકોર્ટ :

સ્માર્ટ મીટરનો મુદ્દો હવે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે અને વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે અરજી કરી છે કે સ્માર્ટ મીટરને ફરજિયાતપણે લાગુ કરવું ગેરકાયદેસર છે અને લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ આટલું સુંદર છે સોનાક્ષીનું સી ફેસિંગ Sweet Home, એક ઝલક જોઈને…