આપણું ગુજરાત

ટ્રેક ઓળંગતી વખતે પડી ગયેલા વૃદ્ધનો GRP જવાને આ રીતે બચાવ્યો જીવ…

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

વાપી: રેલવે ટ્રેક ઓળંગીને સામે પાર જવું એ અત્યંત જોખમી પ્રવૃત્તિ ગણાય છે. પૂરપાટ ઝડપે આવતી ટ્રેન ક્યારે તમારો જીવ લઇ લે એ કહેવાય નહિ, તેમ છતાં અનેક લોકો પોતાના જીવની પરવા કર્યા વગર રેલવે ટ્રેક ઓળંગતા જ હોય છે. વાપી રેલવે સ્ટેશન પર પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધ રેલવે ટ્રેક પાર કરતી વખતે ઓચિંતા ટ્રેક પર જ ગબડી પડ્યા હતા. એ જ ટ્રેક પર પૂરપાટ ઝડપે ટ્રેન આવી રહી હતી. ત્યારે એક GRP જવાન તરત જ ટ્રેક પર દોડી આવ્યો હતો અને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો.

દિલધડક રેસ્ક્યુના આ દ્રશ્યો રેલવે સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જે હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. આ વીડિયો જોઇને કોઇને પણ અંદાજ આવી જશે કે રેલવે ટ્રેક ઓળંગવો એ કેટલી જોખમી પ્રવૃત્તિ છે. વૃદ્ધની સ્થિતિ જોઇને એમ થાય કે હમણા જ તેઓ ટ્રેન નીચે આવી જશે, પરંતુ GRP જવાને ભારે બહાદુરીપૂર્વક વૃદ્ધને બચાવી લીધા હતા.

દેશભરના રેલવે સ્ટેશનો પરથી અવારનવાર આવા વીડિયો સામે આવતા રહે છે, જેમાં થોડી બેદરકારીના કારણે ગમખ્વાર અકસ્માતો સર્જાય છે. ઘણી વખત સ્ટેશન પર તૈનાત સૈનિકો લોકોને બચાવવામાં સફળ થતા હોય છે, તેમ છતાં રેલવે ટ્રેક ઓળંગતી વખતે હંમેશા સાવચેતી રાખવી જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button