માધ મેળાને ધ્યાનમાં રાખી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ સૌરાષ્ટ્રના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી રહેશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. અહીં માધ મેળામાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે રેલવેની વ્યવસ્થા ઘણી લાભદાયી સાબિત થશે.
માઘ મેળા નિમિત્તે પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું ટેમ્પરરી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતના ઐતિહાસિક માધવપુર ઘેડના મેળામા 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી
ઓખા-વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે 23:23 કલાકે અને પ્રસ્થાન સમય રાત્રે 23:25 કલાકે રહેશે, તેમ રેલવેએ જણાવ્યું હતું.
આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને 20 ફેબ્રુઆરી, 2026 સુધી રહેશે. આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેવી માહિતી પણ રેલવેએ આપી હતી.
ત્રીજી જાન્યુઆરીખી માધ મેળો શરૂ થયો છે. આ મેળો 40 દિવસથી વધુ ચાલશે અને 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે.



