2 કલાકની જહેમત- અંતે કોસ્ટગાર્ડે પાકિસ્તાનની પકડથી બચાવ્યા સાત માછીમારો: આ રીતે કામ પાડ્યું પાર!

ઓખા: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના એક જહાજે ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ નજીક પકડાયેલા સાત ભારતીય માછીમારોને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA)ના કબજામાંથી બચાવ્યા હતા. આ ઘટના 7 નવેમ્બર રવિવારની મોડી રાતે ઘટી હતી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મોરબીમાં યુવક પાસેથી લાખોની રોકડ, મોબાઈલ-બુલેટ પડાવી લેનાર ત્રણ ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર 17 નવેમ્બર 2024ના રોજ બપોરે 3:30 વાગ્યે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICG Agrim પર એક ઇમરજન્સી કોલ આવ્યો હતો. ભારતીય માછીમારી બોટ કાલભૈરવ તરફથી આ કોલ આવ્યો હતો, જે નો-ફિશિંગ ઝોન નજીક માછીમારી કરી રહી હતી. તેને પાકિસ્તાની જહાજ દ્વારા અટક કરી લેવામાં આવી હતી. બોટમાં સવાર સાત માછીમારોને પકડીને પાકિસ્તાન લઈ જવાનો પ્લાન હતો.
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અગ્રીમે પાકિસ્તાની જહાજ પીએમએસ નુસરતનો પીછો કર્યો અને તેને સ્પષ્ટ કર્યું કે માછીમારોને ભારતીય જળસીમામાંથી લઈ જવા અસ્વીકાર્ય છે. ફિશિંગ બોટ ‘કાલ ભૈરવ’ પર સવાર આ માછીમારોને ભારતીય ક્ષેત્રમાં પાછા લઈ જવામાં આવ્યા હતા. જેમને ભારતીય જળસીમાથી પાસેથી પકલડવામાં આવ્યા હતા.”
આ પણ વાંચો : પાકિસ્તાનની નફ્ટટાઈઃ મધદરિયે ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, માછીમારોનો બચાવ
ત્યારબાદ ICG અગ્રીમ જહાજ 18 નવેમ્બરે માછીમારો સાથે ગુજરાતના ઓખા બંદરે પરત ફર્યું હતું. હવે ગુપ્તચર એજન્સીઓ, રાજ્ય પોલીસ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત રીતે તે માછીમારોની પૂછપરછ કરી રહ્યા છે. આ ઉપરાંત દરિયામાં આ ટક્કર શા માટે થઈ તેના કારણોને લઈને એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે