આપણું ગુજરાત

ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર: વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. રાજ્યમાં ૪ મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાનો સિગ્નેચર બ્રિજ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. જો કે, અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ મેગા સિટી અમદાવાદમાં ૩૫૦ કરોડના ખર્ચે તૈયાર કરી હવે એને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી બીઆરટીએસ, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે.

આ સાથે ૧૨૦૦ વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે. રાજકોટ એઈમ્સનું કામ પૂર્ણતાના આરે છે. આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. જોકે, ચારેય મહત્ત્વના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં બનેલી દુનિયાના સૌથી મોટા ડાયમન્ડ બુર્સના ઓફિસ સંકુલનો અંદરનો નજારો ભવ્ય છે. આ ઈમારત બહારથી એટલી જ સુંદર છે જેટલી અંદરથી છે. આ વિશાળ ઈમારત કુલ ૬૭ લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે. તેના નિર્માણથી તે ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સ એ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્ર્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે. આ બુર્સનું ઉદ્ઘાટન વડા પ્રધાનના હાથે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker