આપણું ગુજરાત

સોમા અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, ડીફોલ્ટર સમીર શાહની ઓઇલ મીલ સીલ.

રાજકોટ: પ્રાપ્ત માહિતી મુજબ બેંક એ પોલીસ અધિકારીઓની હાજરીમાં ઓઇલ કિંગ સમીર શાહની ઓઇલમિલ સીલ કરી હતી.

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, કલેક્ટર કચેરીનાં અઘિકારી, એડવોકેટ વિગેરે પોલીસ બંદોબસ્ત સાથે રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવા પહોંચ્યા હતા.

સમીર શાહએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી અમો બેંક સાથે સેટલમેન્ટ માટે વાત કરી રહ્યા છીએ પરંતુ તેઓ જવાબ આપી રહ્યા નથી આ અંગે અમે હાઇકોર્ટમાં પણ પિટિશન દાખલ કરેલી છે જે પેન્ડિંગ છે અને કાયદા મુજબ 14 દિવસ પહેલા નોટિસ સીલ કરવા માટે નોટિસ આપવી ફરજીયાત છે. અમને નોટિસ આપ્યા વગર જ ઓઇલ મીલ સીલ કરવામાં આવી છે.૭૫ કરોડની લોન સામે મિલકત મોર્ગેજ કરી હતી.લોન ભરપાઇ ન કરવામાં આવતા યુનિયન બેંક દ્રારા મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

નાયબ મામલતદાર રુદ્ર ગઢવીના જણાવ્યા મુજબ નોટિસ પાઠવી અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરેલ છે અને આજરોજ કલેકટર ની સૂચના અનુસાર ઓઇલ મીલ સીલ કરવામાં આવી છે.

બેંકના અધિકારીઓનો દાવો છે કે કુલ ૧૪૦ કરોડની લોન બાકી છે.જેમાં બેંક ઓફ બરોડ,ઇન્ડિયન બેંક,યુનિયન બેંક સહિતની લોન બાકી છે.

લોકોમાં ચર્ચા છે કે તેલનાં ભાવમાં બેફામ નફાખોરી થતી હોવા છતાં એવાં ક્યા સંજોગો આવ્યા હશે કે આવડી મોટી રકમની ચડત થઈ હશે.

બેંકની કામગીરીને લોકો વખાણી રહ્યા છે. આવી બીજી ઘણા મોટા મગરમચ્છ લોનની રકમ ભરતા નથી તો આ જૂંબેશ ચાલુ રહે એવું લોકો ઈચ્છી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button