સુરતના ધારાસભ્ય અધિકારી પર બગડ્યા કહ્યું “માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ”
સુરત: હાલ રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને આજે તંત્ર દ્વારા આકરી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરત કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ (Arvind Rana)SUDAના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તળપદી લહેકામાં કહ્યું હતું કે ‘માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવનઉઈ નથી.’
આજે સુરતમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક મળી હતી. જેમાં હાલ SUDAના અધિકારીઓ દ્વારા શહેરમાં ફાયર સેફટી કે બિયુ સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતોને સીલ મારી રહ્યા છે. આ મામલે ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડાના અધિકારીઓની કામગીરી પર સવાલો ખડા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આટલા વર્ષોથી ચાલતી મિલકતો પર હવે સિલ મારો છો. જે તે સમયે અધિકારીઓએ એક્શન કેમ ન લીધા ? શું તમે કોઈ દુર્ઘટના બને તેની રાહ જોતાં હતા. આ મિલકતો સીલ થયા બાદ લોકોની ફરિયાદો અમને મળે છે, અમારી પાસે લોકો રજૂઆતો કરવાઆ આવે છે. આ તો માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ.
તેમણે જણાવ્યું હતું કે સુડાઆ કારોબારી અધ્યક્ષ તરીકે સુરત મનપાના કમિશનરની જવાબદારીમાં સુડા વિસ્તારની અંદર થઈ રહેલી બાંધકામની પ્રવૃતિઓ પર નિયંત્રણ રાખવાની છે . જો કે આથી કમિશનરે તેમના અધિકારીઓ પર શું પગલાં લીધા તે જણાવવું જોઈએ.હવે આગામી સમયમાં મળનારી સંકલન સમિતિમાં તેમણે આ અંગે જવનવવું પડશે.
હાલ રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં SUDA દ્વારા 82 જેટલી મિકલતોને સીલ કરવામાં આવી છે. કાયદા મુજબ આ સત્તા અધિકારીઓની છે પરંતુ તેઓએ કઈ પગલાં લીધા નથી. તેમણે જે મિલકતો સીલ કરી છે તેની ફરિયાદ લઈને લોકો અમને રજૂઆત કરે છે. આ બાબતે તેમણે જણાવવું પડશે કરણ કે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ એ હવે ચાલશે નહિ.