આપણું ગુજરાત

છેલ્લા બે દશકામાં સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં આઠ ગણો વધારો થયો: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્ય સરકારે બે દાયકામાં અઢી કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે ૨૯૩ કરોડ રૂપિયા કર્યું છે. તેના પરિણામે છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું,

મુખ્યપ્રધાને અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત પ્રધાન હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમ-જુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, ગુજરાતે આવા ખેલમહાકુંભ દ્વારા રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ આપી છે. રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ૨૦૧૦માં ૧૫ લાખ ખેલાડીઓ સાથે યોજાયેલ ખેલમહાકુંભમાં આજે ૬૦ લાખ ખેલાડીઓની સહભાગિતા સાથે આગળ વધી રહ્યા છીએ. વર્ષે સાત વય જૂથમાં ૩૯ રમત અન્વયે રૂપિયા ૪૫ કરોડની ઈનામ રાશિ નિયત કરાઈ છે. આ ઉપરાંત તાલુકાકક્ષાએ અને શાળાઓમાં પણ રમત સ્પર્ધાઓ યોજાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગોને પણ પ્રોત્સાહન આપવા માટે રાજ્યસરકાર આગળ વધી રહી છે માત્ર ગુજરાત રાજ્યમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરાઇ છે. રાજ્યના ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું. રાજ્યના તમામ વિસ્તારના તાલુકાઓમાં સ્પોર્ટ્સ સેન્ટર વિકસાવવાનું આયોજન છે. રાજ્યના ડીએસએસએસ અંતર્ગત ૪,૮૯૦ ખેલાડીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થીદીઠ ૧.૬૩ લાખ તાલીમ માટે ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યુ હતું કે, ખેલ મહાકુંભ ૨.૦ આખું વર્ષ ચાલવાનો છે, એટલે ખેલાડીઓ બે રમતોમાં ભાગ લઈ શકશે. યુવાનોને ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવા પ્રધાનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્ર્વિનીકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ ૨.૦માં નવીન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા કક્ષાએ પણ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે, દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ પુરસ્કાર અપાશે. ખેલ મહાકુંભ ૨.૦માં સેપક ટકરાવ, બીચ વુડબોલ, બીચ વોલીબોલ જેવી ચાર રમતોનો સમાવેશ કરાયો છે. તેમજ વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના ખેલાડીઓ વચ્ચે સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે.મહાકુંભ યોજાશે અને સમગ્ર વર્ષ ૨૦૨૪ દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker