અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં લંડનથી આવેલા NRG યુવકની મિત્રએ જ કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો…

Ahmedabad Crime News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order in Ahmedabad) કથળી છે, દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં લંડનથી (London) આવેલા એનઆરજી (NRG) યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના શાહપુરમાં (Shahpur) ચાર દિવસ પહેલાં લંડનથી આવેલા યુવક પર જીવલેણ હુમલો થયો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક નિહાલ પટેલની તેના મિત્ર અતુલ ઓઝાએ જ હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. બંને મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ ઉશ્કેરાઈને મિત્ર પર હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નિહાલ પટેલને સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : Gujarat માં 12 થી 21 ડિસેમ્બર સુધી રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજાશે

પિતાએ ફોન કરતાં અજાણી વ્યક્તિએ ઉપાડ્યો ફોન

મૃત્યુ પામનાર નિહાલ પટેલ પાંચ દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. તે શાહપુરમાં આવેલા તેના પિતાના અમૂલ પાર્લર પર બેસતો હતો. સવારે છ વાગ્યાની આસપાસ નિહાલને તેના પિતા ઉપેન્દ્રભાઈએ ફોન કરતા અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે બેભાન અવસ્થામાં લોહી લુહાણ હાલતમાં કામા હોટલ પાસે પડ્યો છે. પિતા અને ભાઈ હોટલ પાસે પહોંચતા નિહાલને 108 મારફતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો : Gujarat માં પાટણની ઘટના બાદ નેશનલ મેડીકલ કાઉન્સિલ એક્શનમાં, મેડીકલ કોલેજોને આપી આ ચેતવણી

આ કારણે મિત્રએ જ કરી મિત્રની હત્યા

નિહાલ છેલ્લા ચાર વર્ષથી લંડનમાં રહેતો હતો અને પાંચ દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. મૃતકે નિહાલ અને જય ઘટના બની તે દિવસે સાથે જ હતા. આખો દિવસ મસ્તીમાં પસાર થયા બાદ મોડીરાતે નિહાલે મસ્તી-મસ્તીમાં જયની માતાને ગાળ આપી હતી. જેથી જયને લાગી આવ્યું હતું અને બાદમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઘટના બાદ તે ફોન પરિવારને આપી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નિહાલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button