આપણું ગુજરાત

ગુજરાતમાં હવે લર્નિગ લાયસન્સ બનાવવાનું સરળ, સરકારે કર્યા આ ફેરફાર

અમદાવાદઃ રાજ્યમાં લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે વાહન ચલાવવા ઈચ્છતા લોકોએ લર્નિગ લાયસન્સ માટે માત્ર નવ સવાલના જવાબ આપવાના રહેશે. અગાઉ 15 સવાલમાંથી 11 સાચા જવાબ ફરજિયાત હતા, પરંતુ હવે નવ સાચા જવાબ તમને લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. આ અંગે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.

ગુજરાત આરટીઓ વિભાગ દ્વારા જણાવાયું છે કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-15 પ્રશ્નોમાથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જેમાં ફેરફાર કરી હવેથી 15 પ્રશ્નોમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપવા થી લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવા જણાવવામાં આવે છે. આ બાબતની જાણ સબંધિત કચેરીઓમાં કરવામાં આવી છે.

આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે, તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત