આપણું ગુજરાતરાજકોટ

Navratri બાદ Rajkotમાં બે હજાર ધાર્મિક દબાણો પર બોલશે તવાઈ: કલેકટરે પાઠવી નોટિસ

રાજકોટ: તાજેતરમાં સોમનાથમાં થયેલ મેગા ડિમોલેશનનો મુદ્દો ચર્ચામાં છે ત્યાં હવે રાજકોટ જિલ્લામાં નવરાત્રી બાદ ડિમોલીશનનો મુદ્દો ગાજે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ દેશભરમાં ગેરકાયદેસર ધાર્મિક સહીતના બાંધકામોનો સરવે કરી દબાણો હટાવવા સુપ્રિમ કોર્ટે આપેલી ગાઇડલાઇન મુજબ રાજકોટ જિલ્લામાં ગેરકાયદે દબાણોનો સરવે કરાયા બાદ હવે નવરાત્રી બાદ આવા બાંધકામો દુર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

રાજકોટ કલેકટરે જણાવ્યું છે કે હાલ જિલ્લામાં 2 હજાર જેટલા ધાર્મિક દબાણો છે. આ દબાણોને લઈને હાઇકોર્ટ દ્વારા સરકારને સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. આથી હવે જિલ્લામાં નડતર રૂપ ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટરે કહ્યું છે કે સર્વે બાદ દબાણકારોને દબાણો જાતે હટાવી લેવા નોટીસ પાઠવવાવામી આવી છે અથવા દબાણોને નિયમિત કરવાની સૂચના આપવામાં આવી છે. કલેકટરે જણાવ્યું હતું કે, રસ્તાઓમાં નડતરરૂપ હોય તેવા ગેરકાયદેસર બાંધકામો પહેલા દુર કરવામાં આવશે. જયારે બીજા તબક્કામાં અન્ય બાંધકામો તોડી પાડવામાં આવશે.

કલેક્ટરે કહ્યું હતું કે, જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે ઉપર બનાવવામાં ધાર્મિક સ્થળો નેશનલ હાઈવેની કામગીરીમાં નડતરરૂપ હોવાથી 49.65 112 ચોરસ મીટરમાં ફેલાયેલ ગિરનારી બાબાનો આશ્રમ, 112 ચોરસ મીટરમાં ફેલાયેલ હનુમાન મંદિર, 744112 ચોરસ મીટરમાં ફેલાયેલ નિલકંઠ મંદિર, 25 112 ચોરસ મીટરમાં ફેલાયેલ લંબોદર ગણપતિ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.

દરમિયાન તાજેતરમાં રાજકોટમાં જીએસટી અધિકારીની કારમાં તોડફોડ કરનાર લોધીકાના વાગુદડની સરકારી ખરાબાની જમીનમાં મંજૂરી વગર ત્રણ ઓરડીનું બાંધકામ કરી 3000 ચો. મીટરમાં ફેન્સીંગ કરનાર શ્રી નાથજીની મઢી, અખિલ ભારતવર્ષ અવધૂત આશ્રમના મહંત યોગી ધર્મનાથને સરકારી જમીન ખાલી કરવાની લોધીકા મામલતદારે નોટિસ ફટકાર્યા બાદ આગામી 7 દિવસમાં આશ્રમ તોડી પાડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker