ગુજરાતમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડ્ઝના નોમિનેશન થયા જાહેર, પઠાણ-એનિમલ સહિત આ ફિલ્મો મેદાનમાં..
ગાંધીનગર: ગુજરાત ટુરિઝમ સંકલન સાધીને 69મા ફિલ્મફેર એવોર્ડ્ઝ સમારોહનું ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે. આ સમારોહમાં હિંદી સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ નિર્માતાઓ, શ્રેષ્ઠ લેખકો, શ્રેષ્ઠ સંગીતકારો, શ્રેષ્ઠ ગાયકો સહિતની શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે. આ વખતે શ્રેષ્ઠ ફિલ્મની યાદીમાં એનિમલ, પઠાણ સહિતની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. તમામ શ્રેણીના નામાંકનોની યાદી નીચે મુજબ છે.
શ્રેષ્ઠ ફિલ્મ: 12મી ફેલ, એનિમલ, પઠાણ, રોકી ઔર રાની કી પ્રેમ કહાની, ઓહ માય ગોડ-2.
શ્રેષ્ઠ દિગ્દર્શક: અમિત રાય-ઓહ માય ગોડ-2. એટલી-જવાન, કરણ જોહર-રોકી ઔર રાની કી પ્રેમ કહાની, સંદીપ રેડ્ડી વાંગા-એનિમલ, સિદ્ધાર્થ આનંદ-પઠાણ, વિધુ વિનોદ ચોપરા-12મી ફેલ.
શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ શ્રેણી): 12મી ફેલ, ભીડ, ફરાઝ, જોરમ, સેમ બહાદુર, થ્રી ઓફ અસ, ઝ્વિગાટો.
શ્રેષ્ઠ અભિનેતા: રણબીર કપૂર(એનિમલ), રણવીર સિંહ(રોકી ઔર રાની કી પ્રેમ કહાની), શાહરૂખ ખાન(ડંકી), શાહરૂખ ખાન(જવાન), સની દેઓલ (ગદર-2), વિકી કૌશલ(સેમ બહાદુર)
શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), ભૂમિ પેડનેકર(થેંક યુ ફોર કમિંગ), દિપીકા પાદુકોણ(પઠાણ), કિયારા અડવાણી (સત્ય પ્રેમ કી કથા), રાણી મુખર્જી(મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે), તાપસી પન્નુ(ડંકી)