ચેતતું તંત્ર સદા સુખીઃ અમદાવાદના ત્રણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
અમદાવાદઃ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ પર ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા જતા મુસાફરોમાં ભાગદોડ મચી જતા નવ જણ ઘાયલ થયાની ઘટના અને ત્યારબાદ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કિડિયારાની જેમ ઊભરાતા મુસાફરોના વીડિયોને ધ્યાનમાં લઈ અમદાવાદ મંડળે અમદાવાદમાં પણ સાવધાની વર્તી છે.
અહીંના ત્રણ રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન એટલે કે કાળુપુર, આસરવા અને સાબરમતી પર હવેથી તમને પ્લેટફોર્મ ટિકિટ મળશે નહીં. આ નિયમ છઠ્ઠી નવેમ્બર સુધી લાગુ કરવામાં આવ્યો છે.
દિવાળીના દિવસોમાં અન્ય રાજ્યમાંથી કામ-ધંધે આવેલા લાખો લોકો પોતાના રાજ્યમાં જાય છે. મોટેભાગે અગિયારસ અથવા દિવાળીથી લાભપાંચમ સુધી રજાઓ હોય છે આથી લાંબી રજાઓનો લાભ લઈ પોતપોતાના વતન જતા રહે છે. આ સાથે બાળકોના વેકેશનને લીધે પણ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનો પર ભારે ભીડ રહે છે.
Also Read – Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, ભૂજમાં મહત્તમ તપામાન 40 ડિગ્રી નોંધાયું
જરૂર કરતા રેલવેની સુવિધા ઓછી હોવાથી
સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે ત્યાર તહેવારના દિવસોમાં આ સ્થિતિ ગંભીર રૂપ ધારણ કરે છે. તેવામાં જો પ્લેટફોર્મ પર મુસાફરો સાથે આવતા સંબંધીઓની સંખ્યા ઘટે તો થોડી રાહત થાય છે, તેવું રેલવેનું માનવાનું છે.