આપણું ગુજરાત

નિખિલ ગુપ્તા સામે ગુજરાતમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી: ડીજીપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમેરિકા અને કેનેડાની બેવડી નાગરીકતા ધરાવતા શીખ ફોર જસ્ટીસના વડા ગુરૂપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં ચેક રિપબ્લિકમાંથી ઝડપાયેલા અને અમેરિકાને સુપરત કરાયેલા નિખિલ ગુપ્તાને આ ષડ્યંત્ર પાર પાડવા માટે તેની સામે ગુજરાત પોલીસમાં જે કેસ નોંધાયા છે તેમાં મુક્તિ સમાન અપાયેલા વચનનો ઘટ્ટસ્ફોટ થતા હવે ગુજરાત પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. માદક દ્રવ્યો શસ્ત્રો વિ.ની ગેરકાનૂની હેરાફેરી સહિતના સંડોવાયેલા મનાતા અને અમેરિકા-યુરોપમાં ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા નિખીલ ગુપ્તાનું ગુજરાત કનેકશન ખુલ્યું છે. આ અંગે ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાયને પૂછેલા પ્રશ્નના જવાબમાં સહાયએ જણાવ્યું કે આ અંગે રેકોર્ડ ચકાસ્યો છે અને નિખિલ ગુપ્તા સામે રાજયમાં કોઈ કેસ નોંધાયો નથી.નનતેમણે જણાવ્યું હતું કે અમે જૂના રેકોર્ડ ચકાસ્યા છે અને જિલ્લા સ્તર સુધી તપાસ કરી છે પણ આ વ્યક્તિ સામે કોઈ કેસ નોંધાયા નથી તેનું નામ કોઈ કેસમાં આરોપી, સાક્ષી કે ફરિયાદી તરીકે પણ નોંધાયું નથી. જો કે નિખિલ ગુપ્તા અંગે અમેરિકી તપાસ એજન્સીએ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં જે માહિતી આપી હતી તેમાં પન્નુની હત્યા માટે વ્યવસ્થા’ કરવા નિખિલ ગુપ્તાને એક અત્યંત સિનિયર ભારતીય અધિકારી તરીકે ઓળખાવતા વ્યક્તિએ ૧ લાખ ડોલરની ઓફર કરી હતી. તા.૧૨ મે ૨૦૨૩ના રોજ આ ઓફિસરે ગુપ્તાને ખાતરી આપી હતી કે તેમની સામે જે કેસ ગુજરાતમાં નોંધાયા છે તેની તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. કોઈ પોલીસ અધિકારી ફરી તેને ફોન નહીં કરે અને તેમને ખાતરી કરાવવા ડીસીપી (પોલીસ અધિકારી) સાથે પણ વાતચીત કરાવી આપવાની ખાતરી આપી હતી. ગુજરાતના કેસમાં તેમને કલીયર કરી દેવાશે. આ ઓફર કરનારને ડિપ્લોમેટીક ભાષામાં સીસી-૧ કક્ષાના અધિકારી તરીકે ઓળખાય છે અને માનવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ભારતના વાણિજયીક દૂતાવાસ સાથે જોડાયેલા હતા. આ બાદ ગુપ્તચર પન્નુની હત્યા માટે શૂટર તથા વ્યવસ્થા કરવાનો પ્રારંભ કર્યો પણ તે ષડ્યંત્રનો અમલ કરે તે પૂર્વે તે ચેક રિપબ્લિકમાં માદક દ્રવ્યોની હેરાફેરીમાં સામેલ તરીકે નોંધાયો હતો. તેથી તેને પ્રાગમાંથી ઝડપીને તે અમેરિકી નાગરિક હોવાથી અમેરિકી એજન્સીને હવાલે કરાતા ષડ્યંત્ર બહાર આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button