આપણું ગુજરાતનેશનલ

વિશ્વંભરી સ્તુતી પર Neeta Ambaniનો ડાન્સ બોલીવૂડ ડાન્સરને પણ પાછા મૂકી દે તેવો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ Anant Ambani Radhika Ambani Pre wedding સેરેમનીમાં નીતા અંબાણી ભક્તિ ગીત વિશ્વંભરી સ્તુતિ પર પરફોર્મ કરતી જોવા મળ્યાં હતાં. નીતા અંબાણી પારંપારિક પરિધાનમાં હંમેશાંની જેમ ખૂબ જ સુંદર લાગે છે.

અનંત-રાધિકાના પ્રિ વેડિંગ પ્રોગ્રામ્સ ત્રણ દિવસ ચાલ્યા. ગઈકાલે છેલ્લો દિવસ હતો. ગઈકાલે મહાઆરતી પ્રોગ્રામ હતો. જેમાં નીતા અંબાણી Neeta Ambaniએ વિશ્વંભરી સ્તુતિ પણ ખૂબ જ સુંદર રીતે પર્ફોર્મ કરી હતી. તેમનો ગ્રેસ જોઈને બોલીવૂડના સ્ટાર્સને પણ નવાઈ લાગી હતી.

જોકે નીતા અંબાણી એક ટ્રેઈન્ડ ભારતનાટ્યમ ડાન્સર છે આ સાથે તેમની આવનારી વહુ રાધિકા મર્ચન્ટ પણ ટ્રેઈન્ડ ભારતનાટ્મ ડાન્સર છે. નીતા અંબાણી સાસ્કૃતિક કાર્યક્રમોમાં વિશેષ રૂચિ ધરાવે છે. ભારતીય પોષાક હોય કે કલા તેમની એક આગવી રૂચિ છે.

ANI Photo

રવિવારે વિશ્વંભરી સ્તુતિ પર પર્ફોર્મ કરતાપહેલા નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે સ્ટેજ પર આગ લગાવી હતી. પ્રિ વેડિંગમાં સંગીતના કાર્યક્રમમાં બન્નેએ ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ પર રોમેન્ટિક પરફોર્મન્સ આપ્યું હતું. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત-રાધિકાના પ્રી-વેડિંગની સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ANI Photo

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button