આપણું ગુજરાત

Weather Update : આગામી ત્રણ દિવસો સૌરાષ્ટ્ર-કચ્છ માટે આકરા ! હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત વર્તાઇ રહ્યો છે અને મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો પ્રકોપ આગામી 3 દિવસ યથાવત રહેશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આગામી ત્રણ દિવસો સુધી રાજ્યમાં ગરમી યથાવત રહેશે. આ સાથે આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે તેમજ હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ભાવનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર અને દિવમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનના કારણે ગરમી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં 41.3 ડિગ્રી નોંધાઈ છે. તો અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હીટવેવની પરિસ્થિતિમાં ધ્યાન રાખવા જેવી બાબત :

  • ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  • ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  • ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
  • ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
  • તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  • હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  • બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  • હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો – થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
  • બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  • તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો