આપણું ગુજરાત

ભુજ સહિત કચ્છવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ શરૂ થઈ રહી છે આ નવી ટ્રેનસેવા

અમદાવાદઃ ભુજવાસીઓ માટે ભારતીય રેલવે ખુશખબર લઈને આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિશેની વિગતો જાણીએ તો ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ દ્વિ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ બીજી ઑગસ્ટથી શરૂ થશે. ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024 થી દરેક મંગળવાર અને શુક્રવારે ભુજથી 17:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 12:20 કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓગસ્ટ 2024 થી દરેક બુધવાર અને શનિવારે દિલ્લી સરાય રોહિલ્લાથી 15:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 11:30 કલાકે ભુજ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button