ગુજરાતભરમાં નૂતન વર્ષની ઉલ્લાસભેર ઉજવણી: રાજભવન ખાતે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન…

ગાંધીનગર: આજે વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રથમ દિવસ એટલે કે સમગ્ર ગુજરાત માટે નૂતન વર્ષ છે. રાજ્યભરમાં નૂતન વર્ષનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરો, દેવાલયો અને દેરાસરોમાં દેવ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
નૂતન વર્ષના શુભ અવસરે મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવીને ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો મોટી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે અને નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યા છે.
રાજભવન ખાતે નૂતન વર્ષ મિલન સમારોહ
આ ઉપરાંત, ગાંધીનગર ખાતે તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫, વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે રાજભવન ખાતે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહ અન્વયે સામાન્ય નાગરિકો પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને નવા વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કરી શકશે. નાગરિકો સવારે ૯ થી ૧૦ કલાક સુધી રાજયપાલને મળી શકશે.
આ પણ વાંચો…દિવાળી પછી ગુજરાતમાં માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધારતા હવામાન વિભાગના સંકેતો…