આજે ભાજપની કારોબારી બેઠકનો બીજો દિવસ : થઈ શકે છે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત
બોટાદ: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કારોબારીનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. બોટાદના સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કારોબારીમાં રાજ્યના સંગઠન મંત્રી રત્નાકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિત 1500 જેટલા સભ્યો હાજર રહ્યા છે. ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલના સ્થાને નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. આ કારોબારી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપને સામનો કરવા પડતાં પડકારોથી સંગઠનને વધુ મજબૂત બનાવવાના આગામી પગલા તરીકે લેખાશે. આજની આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માન્ડવિયા, કેન્દ્રીય મંત્રી નીમુબહેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી, સાંસદ પૂનમ માડમ, રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલા, ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા છે.
| Also Read: E-vehicle Subsidy: અમદાવાદમાં 2135 લોકોને ઈ-વ્હિકલની સબસિડી મળી નથી
આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીઓ એક પડકાર જનક બાબત હોય તેના પર ફોકસ કરવા માર્ગદર્શન અપાશે.આ ચુંટણીઓ નવરાત્રિથી દીપાવલીના સમયગાળામાં આવશે. કારોબારી બેઠક પહેલા BAPSના પ્રાંગણમાં મુખ્યમંત્રી પટેલ, કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ અને સી આર પાટિલે ભાજપનું ધ્વજારોહણ કર્યું. બાદમાં કારોબારી બેઠકનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન કર્યું હતું