પશ્ચિમ રેલવે આ બે સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ ટ્રેન
રેલવેની મુસાફરી પોષાય તેવી અને આરામદાયક હોય છે, પરંતુ બે સ્ટેશનો વચ્ચે જોઈએ તેટલી ટ્રેન ન હોવાથી પ્રવાસીઓએ અન્ય માર્ગે પ્રવાસ કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને મુંબઈને જોડતી ટ્રેનની પણ ખૂબ માંગ છે, પરંતુ ટ્રેન ઓછી હોવાની ફરિયાદો થતી રહે છે ત્યારે હવે વધારે સુવિધા રેલવેએ ઉમેરી છે. મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. તો જાણી લો રેલવે તમારી માટે લાવેલી આ વિશેષ સુવિધાની વિગતો.
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 21મી સપ્ટેમ્બર, 2023ને ગુરુવારે ભાવનગરથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને ભાવનગર પેરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09207 અને 09208 માટે બુકિંગ 17 સપ્ટેમ્બર, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.