આપણું ગુજરાત

ગુજરાતના ૧૩ જિલ્લાઓના કૉંગ્રેસના નવા પ્રમુખો નિમાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના આડે હવે બે મહિના બાકી રહ્યાં છે ત્યારે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લા-શહેરના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા વિભાગોના પદાધિકારીઓની પણ નિમણૂકો કરવામાં આવી છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુરૂવારે કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ અને ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કિંગ ચેરમેનો તરીકે રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), મહેશભાઈ રાજપૂત (રાજકોટ) તથા શ્રી રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણૂક કરાઇ છે.

ગુજરાતમાં ૧૩ જિલ્લાઓમાં જિલ્લા અને શહેરના નવા પ્રમુખોમાં જામનગર જિલ્લામાં મનોજભાઈ ગોરધનભાઈ કથીરીયા, જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે મનોજભાઈ ભીખાભાઈ જોષી, સુરેન્દ્રનગર જિલ્લી પ્રમુખ પદે નૌશાદભાઈ સોલંકી, મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયા, ભાવનગર શહેર પ્રમુખ તરીકે હિતેશભાઈ મનુભાઈ વ્યાસ, મહેસાણા જિલ્લા પ્રમુખપદે હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખપદે અશોકભાઈ નાથાભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા, સુરત શહેર પ્રમુખપદે ધનસુખભાઈ ભગવતીપ્રસાદ રાજપૂતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દિનેશભાઈ સાવલિયા (સુરત શહેર વર્કિંગ પ્રેસિડેન્ટ), વિપુલભાઈ ઉધનાવાલા (સુરત શહેર વર્કિંગ પ્રેસિડેન્ટ), અતુલભાઈ રાજાણી – રાજકોટ શહેર પ્રમુખપદે અને અમદાવાદ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખપદે અમરસિંહ રામુભાઈ સોલંકી, મહીસાગર જિલ્લા પ્રમુખપદે ગુલાબસિંહ ચૌહાણ, પાટણ જિલ્લા પ્રમુખપદે ગેમરભાઈ જીવણભાઈ રબારીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button