નવા પોલીસ કર્મીઓ આજથી રાજકોટ પોલીસમાં ફરજ પર
રાજકોટ: શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઈ બિન હથિયાર ધારી લોક રક્ષક બેચ 2023ની તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકોના દિક્ષાત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 166 પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસદળમાં સેવા આપશે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ છેલ્લા 1 વર્ષમાં મેળવેલ તાલીમ તેમ જ પરેડનું પરફોર્મન્સ ઉપસ્થિત અધિકારીઓ અને જનતા સમક્ષ કર્યું હતું.
તમામ તાલીમાર્થીમાં 18 એન્જીનીયર,10 પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ 100 થી વધુ ગ્રેજ્યુએટ ની ડિગ્રી ધરાવે છે.1 થી 3 વિજેતા તાલીમાર્થીઓને રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરની વસ્તી ઉતરોતર વધતી ગઈ છે તેના પ્રમાણમાં પોલીસ કર્મીઓની સંખ્યા ઘણી ઓછી છે. સરકારની આ સારી પહેલ છે. નવા ભરતી થયેલ પોલીસ કર્મીઓ હવે રાજકોટમાં ફરજ બજાવશે. એક વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ પરેડ ગ્રાઉન્ડમાં એક અનોખો માહોલ રચાયો હતો સરસ માર્ચ પાસ યોજાઇ હતી અને શિસ્તના પાલન સાથે પરેડ પ્રદર્શિત કરાવી હતી.